સાગ્રોસણાના ધો-7 પાસ ગંગાબેન રૂ. 70 લાખની કમાણી, તત્કાલિન CM નરેન્દ્ર મોદીએ સન્માન કરેલું
  • 4 years ago
પાલનપુર: સાગ્રોસણા ગામના 7 પાસ મહિલા ગંગાબેન લોહએ 1998માં 2 ગાયથી ડેરીના વ્યવસાયની શરૂઆત કરી અત્યારે 122 ગાય-ભેંસ દ્વારા વાર્ષિક રૂ 70 લાખની કમાણી કરી પશુપાલન ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે ગંગાબેને પશુપાલનના વ્યવસાયથી પરિવારને સમૃદ્ધ બનાવી અન્ય મહિલાઓને પ્રેરણા પુરી પાડી છેવર્ષ 2011-12 માં 152 લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવી રૂ 35,70,074 આવક મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવતાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું
પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે રહેતા 48 વર્ષિય ગંગાબહેન ગણેશભાઇ લોહ પશુપાલન ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે આ અંગે ગંગાબહેન લોહના જણાવ્યા મુજબ ‘1998માં 2 ગાયથી દૂધના વ્યવસાયની શરૂઆત કરી હતી જેમાં ફાયદો જણાતાં ધીમેધીમે બીજા પશુઓ ખરીદી અત્યારે 122 ગાય-ભેંસ છે તેમાં 60 જેટલા દૂધાળા પશુઓ છે જેમાંથી રોજનું બે ટાઇમનું અંદાજે 650 લીટર દૂધ ડેરીમાં ભરાવવામાં આવી રહ્યું છે જેમાંથી મહિને 550 થી 6 લાખ આવક મેળવવામાં આવે છે જ્યારે ગયા વર્ષે 2018-19 માં 258 લાખ લીટર દૂધ કિંમત રૂ70,80,920 ડેરીમાં ભરાવી જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો હતો જેમાં 60 થી 70 ટકા ખર્ચ કાઢતા 25 લાખ જેટલો નફો મળી જાય છે બનાસડેરી દ્વારા સારો એવો સહયોગ અપાતાં અમે પ્રગતિ કરી રહ્યા છીએ’ ગંગાબહેન પાસે પશુઓ વધારે હોવાથી પહોંચી ન વળતાં તેઓ ટેકનોલોજીનો સહારો લઇ ગાયોને દોહવા માટે મિલ્કીંગ મશીન પાર્લરનો ઉપયોગ કરી રહ્યા છે
Recommended