Hardoiમાં દિલ્હી જેવી ઘટના, સાઇકલ સવાર વિદ્યાર્થીને કાર નીચે ઢસડ્યો

  • last year
ઉત્તર પ્રદેશના હરદોઈ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્યુશનમાં અભ્યાસ કરીને સાયકલ પરથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનો પગ કારમાં ફસાઈ ગયો હતો. આનાથી ગભરાઈને ડ્રાઈવરે કાર રોકી ન હતી, પરંતુ ફસાયેલા વિદ્યાર્થીને લાંબા અંતર સુધી ખેંચીને લઈ ગયો હતો. આગળ એક કાર અને તેની પાછળ સેંકડોનું ટોળું. આખરે ટોળાએ કાર રોકી અને તેના ડ્રાઈવરને માર માર્યો.

Recommended