બાઇડનનો યુ ટર્ન: પાકિસ્તાન કરી શકે છે પરમાણુ બોમ્બની રક્ષા

  • 2 years ago
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને તાજેતરમાં પાકિસ્તાનને વિશ્વ માટે ખતરો ગણાવ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ કોઈપણ દેખરેખ વગરના છે. જો બાઇડેનના નિવેદને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. જો બાઇડેને હવે પોતાના નિવેદન પર મોટો યુ-ટર્ન લીધો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હવે એક નિવેદન બહાર પાડ્યું છે, જે રાષ્ટ્રપતિના નિવેદનના ખંડન જેવું લાગે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અમેરિકાના હિત માટે મહત્વપૂર્ણ છે.

Recommended