AAP નેતા ગોપાલ ઈટાલિયા દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી મુક્ત

  • 2 years ago
આમ આદમી પાર્ટીના ગુજરાતના કન્વીનર ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે ત્રણ કલાકની કસ્ટડી બાદ મુક્ત કર્યા હતા. આ દરમિયાન તેમને વાયરલ વીડિયો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તો AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતના લોકોના ભારે દબાણને કારણે, તેમણે ગોપાલ ઇટાલિયાને છોડવા પડ્યા. ગુજરાતની જનતા જીતી ગઈ. દિલ્હી પોલીસ ગોપાલ ઈટાલિયાને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. એક વાયરલ વીડિયોની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ પહેલા ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. ત્યારથી ભાજપ સતત આમ આદમી પાર્ટી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી રહ્યું છે.

Recommended