ગુજરાત પોલીસની મહત્વની સેવાઓમાં e-FIR જોડાઇ

  • 2 years ago
મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા હવે ભૂતકાળ બનશે તેવું ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
એ જણાવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં

ગુજરાત પોલીસની મહત્વની સેવાઓમાં e-FIR જોડાઇ છે. તેમાં વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે.


72 કલાકમાં સમગ્ર પ્રક્રિયાનો નિકાલ લાવવાનો રહેશે

ઉલ્લેખનીય છે કે FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે. જેમાં હવે ઘરે બેઠા FIR નોંધાવી શકાશે. તેમાં નાગરિકો હવે પોતાના મોબાઈલથી પોલીસ

ફરીયાદ નોંધાવી શકશે. જેમાં રાજ્યના ગૃહ વિભાગે કાર્યપ્રણાલી જાહેર કરી છે. તેમાં ફરીયાદના 48 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવાનો રહેશે. તેમજ 72 કલાકમાં સમગ્ર પ્રક્રિયાનો નિકાલ

લાવવાનો રહેશે. તથા બોડીવોર્ન કેમેરા અને ત્રિ-નેત્ર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. તેમજ ફરિયાદ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડશે નહી. તેમજ ફરીયાદની માહિતી મેસેજ કે

મેઈલથી મળી જશે. શરુઆતમાં માત્ર મોબાઇલ અને વાહન ચોરીની ફરિયાદ નોંધાશે. જેમાં પોલીસ સ્ટેશનમાં 10-15% લોડ ઓછો થશે

જાણે e-FIRની કાર્ય પ્રણાલી
:

e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ

સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી

વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી

કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ

સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષકની કચેરીએ

e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.

Recommended