RJD સાંસદને પાકિસ્તાન જવાની મંજૂરી ના મળી તો નાકનું ટેરવું ફૂલી ગયું

  • 2 years ago
આરજેડી સાંસદ મનોજ ઝા 20 થી 24 ઓક્ટોબરની વચ્ચે પાકિસ્તાન જવા માંગતા હતા, પરંતુ ભારત સરકારે તેમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. મનોજ ઝાએ ચોથી અસ્મા જહાંગીર કોન્ફરન્સ માટે પાકિસ્તાન જવાની પરવાનગી માંગી હતી, પરંતુ વિદેશ મંત્રાલયે રાજકીય કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.

22 થી 23 ઓક્ટોબર સુધી લાહોરમાં ચોથી અસ્મા જહાંગીર કોન્ફરન્સ છે અને 23 ઓક્ટોબરે સાંસદ મનોજ ઝા એક વિષય પર બોલવાના હતા. ઝાએ 20 થી 24 ઓક્ટોબર સુધી પાકિસ્તાન જવાની પરવાનગી માંગી હતી. તેમને FCRA ક્લિયરન્સ મળી ગયું પરંતુ વિદેશ મંત્રાલય દ્વારા તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Recommended