મંદીના માહોલમાં રોકાણકારોનો ડર વધ્યો, ઘૂંટણિયે આવી ગયું US શેરબજાર

  • 2 years ago
વિશ્વમાં મંદીના ભય વચ્ચે યુએસ શેરબજાર ઘૂંટણિયે આવી ગયું છે. શરૂઆતના વેપારમાં યુએસ શેરબજારના સૂચકાંકો - ડાઉ જોન્સ અને એસએન્ડપી 500 અને નાસ્ડેક કમ્પોઝિટ માર્કેટમાં ઘસડાતું જોવા મળ્યું હતું. S&P 500 2 ટકાથી વધુ ઘટ્યો, 2.30% ઘટીને 3640 પોઈન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ વિશે વાત કરીએ તો, ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ 425 પોઇન્ટ અથવા 1.50% ઘટીને 29,270 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યો છે અને વધુ વધારાના સંકેત આપ્યા છે.

Recommended