Video: અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાયો

  • 2 years ago
અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાયો છે. જેમાં જાફરાબાદ, શિયાળબેટના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે. તેમાં માછીમારી કરવા ગયેલા માછીમારો પરત ફર્યા છે. તથા માછીમારોને

દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જેમાં અમરેલીમાં અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાયો છે. તેમાં દરિયામાં પવનના સુસવાટાથી માછીમારોના જીવ જોખમમાં મુકાયા છે. તથા માછીમારો

દરીયામાં તોફાની સ્વરૂપ જોઈને પરત ફરવાનું શરૂ કર્યું છે.

કોસ્ટલ બેલ્ટના માછીમારો જાફરાબાદ બંદર પર પહોંચવા પાછા વળ્યા છે. તથા માછીમાર અગ્રણીઓ દ્વારા તમામ બોટોના સંપર્ક કરીને પરત ફરવાની સૂચનાઓ આપી રહ્યા છે. તથા

હવામાન વિભાગની આગાહી મુજબ દરિયો તોફાની બનવાની શક્યતાઓ છે.

Recommended