આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • 2 years ago
આગામી 5 દિવસ રાજયમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલે રાજ્યમાં ભારે

વરસાદની આગાહી છે. તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તથા 12 અને 13 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી છે.

12 અને 13 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે દ. ગુજરાત અને ઉ.ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ મહેસાણા, પાટણ, ડીસા, પાલનપુર, બનસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. તથા

અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા

આગાહી કરાઇ છે. તથા માછીમારોને 11 થી 13 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી

લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તથા પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર

વધવાની સંભાવના સેવાઈ રહી છે. જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 09 સપ્ટેમ્બરે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 38 રહેશે. તેમજ દિવસ

દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ વરસાદી માહોલ રહેશે.
Recommended