સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

  • 2 years ago
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ અને

ગાંધીનગરમાં સામાન્ય વરસાદ છે. તેમજ આગામી દિવસમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. જેથી મછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના છે.

રાજ્યમાં બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. જેમાં અમદાવાદ

ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર,

અમરેલી, ભાવનગરમાં ગીર સોમનાથ મોરબી સહિત વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘમહેર યથાવત રહેશે. જેમાં

દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આણંદ,

ખેડા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

અસહ્ય ઉકળાટમાં અમદાવાદીઓ તોબાહ પોકારી ઉઠયાં

અમદાવાદ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ માત્ર એક વખત વરસાદ થયાં બાદ હાથતાળી આપી છે. વરસાદના વિરામ બાદ શહેરના વાતવરણમાં સતત બફારો અને ઉકળાટ વધ્યો છે.

છુટા છવાયા વાદળો રહેતા શહેરનું તાપમાન ગગડયુ છે, પરંતુ બફારો વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો ઉકળાટથી તોબાહ પોકારી ઉઠયાં છે. દિવસ દરમિયાન અને રાત્રે પણ

બફારો વધતાં લોકો પરસેવે રેબઝેબ થયાં છે.

Recommended