સુરતમાં ડિરોક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની મોટી કાર્યવાહી

  • 2 years ago
સુરત ડિરોક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મુંદ્રાથી મુંબઇ જઇ રહેલા ટ્રકને પલસાણામાં રોકી કન્ટેનરમાંથી 20 કરોડ રૂપિયાની પ્રતિબંધિત ઇ-સિગરેટ જપ્ત કરવામાં આવી

હતી. અને તેની સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

એક સિગરેટની બજાર કિંમત રૂપિયા 2400 છે

સુરત ડીઆરઆઇના અધિકારીઓને વિદેશથી પ્રતિબંધિત ઇ-સિગરેટ ઇમ્પોર્ટ કરી વાયા સુરત મુંબઇ મોકલાઈ રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે અધિકારીઓએ પલસાણા રોડ

પર વૉચ ગોઠવી હતી, તે દરમિયાન મુંદ્રા સેઝથી ટ્રકમાં આવી રહેલા કન્ટેનરને રોકીને અધિકારીઓ તપાસ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ઇ-સિગરેટના 107 બોક્સ મળી આવ્યા હતા.

જેમાં આશરે 85 હજાર નંગ ઇ-સિગરેટ મળી આવી હતી. એક સિગરેટની બજાર કિંમત રૂપિયા 2400 છે.

કન્ટેનરમાંથી આશરે 85 હજાર નંગ ઇ-સિગરેટ મળી આવી હતી

તેમજ અધિકારીઓએ આ તમામ બોક્સ જપ્ત કરી કુલ 20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તે સિવાય પણ કન્ટેનરમાં અન્ય ઘણી બધી વસ્તુઓ લાવવામાં આવી હતી. હાલ ટ્રકને સચિન

આઇસીડી ખાતે લઇ જવામાં આવી છે. તથા અધિકારીઓ પલસાણા ખાતે ટ્રકને રોકીને તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન માલ મંગાવનાર કંપનીનો એક કર્મચારી પરવેઝ આલમ પણ

ત્યાં આવી પહોંચ્યો હતો અને અધિકારીઓને શું કરી રહ્યા છો, તેવી પૂછપરછ શરૂ કરી હતી. અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. પરવેઝની પુછપરછમાં ભિવંડીમાં પણ ઇ-સિગરેટનો

સ્ટોક હોવાની માહિતી મળના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને ત્યાંથી પણ બે કરોડ ઇ-સિગરેટ જપ્ત કરી કાર્યવાહી શરુ કરી છે. આ સિગરેટ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવી હતી અને

કસ્ટમ વિભાગમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. કસ્ટમના કાયદા પ્રમાણે આ સિગરેટની આયાત પ્રતિબંધિત છે. ડીઆરઆઇ વિભાગ દ્વારા આ કેસમાં આગામી દિવસોમાં અન્ય લોકોની

પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

Recommended