મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ, સોસાયટીઓ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ

  • 2 years ago
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગઈકાલથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ઘમરોળ્યા બાદ આજે મેઘરાજાએ મહેસાણા તરફ નજર દોડાવી છે. આજે મહેસાણાના વિજાપુર તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 2.4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Recommended