છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી : ચેકડેમ ઓવરફ્લો

  • 2 years ago
ગુજરાતભરમાં મેઘરાજા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાલ વરસી રહ્યા છે. રાજ્યના ઘણા ચેકડેમો, નદીઓ, નાળાઓ છલકાઈ ગયા છે, ત્યારે છોટા ઉદેપુર જીલ્લાની જીવાદોરી મનાતી ઓરસંગ નદીમાં પાણી આવતા બે કાંઠે વહી રહી છે. લગભગ એક મહિના જેટલા લાંબા સમયબાદ ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. ઓરસંગમાં નવા નીર આવતા છોટા ઉદેપુરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે, જેને લઈને આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા ઓરસંગ બે કાંઠે થઈ છે જેને લઇને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે છોટા ઉદેપુર જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પ્રમાણમાં ઓછો પડ્યો છે તેમ છતાં ઓરસંગ નદીમાં પુર આવતા પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Recommended