સુરત / વરાછાની 12 વર્ષની દીકરીના કિડની,લિવરને પ્રથમવખત ગ્રીન કોરીડોર કરી 2.55 કલાકમાં અમદાવાદ પહોંચાડાયા
  • 4 years ago
સુરતઃવરાછામાં આવેલા હીરાબાગ ખાતેની ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતાં નવ માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાતા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી બ્રેઈનડેડ દીકરીના અંગોનું દાન કરવાનું પરિવારે નક્કી કર્યું હતું 12 વર્ષની દીકરીના કિડની,લિવર અને ચક્ષુઓનું દાન કરાતાં પાંચ વ્યક્તિને નવું જીવન મળ્યું છે સુરતથી પ્રથમ વખત સાત ગ્રામ્ય અને શહેરના પોલીસ સ્ટેશનની મદદથી 255 કલાકમાં 260 કિમીનું અંતર કાપીને કીડની લિવરને અમદાવાદ પહોંચાડાયા હતાં

ચોથા માળેથી પડતાં મગજમાં ફ્રેકચર થયેલું

મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકના સારીંગપુર ગામના વતની ભરતભાઈ રાજાભાઈ માંગુકીયાને ત્રણ સંતાનો પૈકી 12 વર્ષની એશા વચેટ હતી એશા 9મી માર્ચના રોજ સ્કૂલેથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે સવા છ રમતા રમતા ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થતાથી બેભાન થઇ ગઈ હતી પરિવારજનોએ તેને તાત્કાલિક પીપીસવાણી હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા મગજમાં ફ્રેકચર અને તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવીજ્યાં તેને બ્રેનડેડ જાહેર કરાઈ હતી

પરિવાર અંગદાન માટે સહમત થયું

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બેન અવની સાથે રહી યેશાના માતા-પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસીકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું હતુંજેથી પરિવાર અંગદાન માટે સહમત થયું હતું પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉપ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉપ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું

કિડની માટે 260 કિમીનો કોરીડોર કરાયો

યેશાની બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉપ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છેસુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદ સુધીના 260 કિમીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતોસુરતથી કિડની માટે સૌપ્રથમવાર આ રીતે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો
Recommended