સુરત પાલિકા કમિશનર દ્વારા વન ડે વન વોર્ડ અભિયાનની વોર્ડ નંબર 1થી શરૂઆત કરી

  • 4 years ago
સુરતઃ મહાનગર પાલિકામાં વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હવે વન ડે વન વોર્ડ અભિયાનની વોર્ડ નંબર 1થી પાલિકા કમિશનર બંછાનિધી પાની દ્વારા શરૂઆત કરવામાં આવી છે જેમાં વોર્ડના પ્રશ્નોને વાચા આપવામાં આવશે આ અભિયાનમાં ખુદ પાલિકા કમિશનર લોકોના વર્ષો જુના પડતર પ્રશ્નોને સાંભળશે અને તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપશે અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા સૌ પ્રથમ વખત વોર્ડના પ્રશ્નના નિરાકરણ માટે આ પ્રકારનું આયોજન કર્યું છે તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ સમિતિ સાથે વોર્ડના પ્રશ્નનું સમય મર્યાદામાં નિરાકરણ થતું ન હોવાની નગરસેવકોએ પસ્તાળ પાડી હતી જેને લઇ આ અભિયાન હેઠળ વોર્ડના પ્રશ્નોને આવરી લેવામાં આવશે આ સાથે વોર્ડ પ્રમાણે સર્જાઇ રહેલા જમીની પ્રશ્નો જાણીને એનું નિરાકરણ લાવી શકાશે તબક્કાવાર શહેરના તમામ 29 વોર્ડમાં આ પ્રકારે વન ડે વન વોર્ડ કેમ્પેઇન હાથ ધરવામાં આવશે

Recommended