સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ, 6 ફાયર ફાઈટર ઘટના સ્થળે
  • 4 years ago
સુરતઃ સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ખુલ્લા વેસ્ટેજના પ્લોટમાં રહેલા લગભગ 300-400 ટનના વેસ્ટેજના ઢગલામાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે
Recommended