વડોદરાના ભાયલી ગામના ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
  • 5 years ago
વડોદરાઃ ભાયલી ગામમાં આવેલા ફરાસખાના ગોડાઉનમાં આજે બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ટીમો સ્થળ પર દોડી ગઇ છે અને 6 જેટલા બંબાઓથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને ફર્મનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વડોદરાના વડીવાડી ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આગ લાગી હોવાનો કોલ મળતા જ અમે ભાયલી ખાતે આવેલા ફરાસખાનાના ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
Recommended