કોરોના વાઈરસના ભય વચ્ચે 6 હજાર યુગલે સમૂહલગ્નમાં ભાગ લીધો
  • 4 years ago
દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસના ફેલાવાની ચિંતાઓ છતાં શુક્રવારે યુનિફિકેશન ચર્ચમાં એક સામૂહિક સમારોહમાં 64 દેશોના આશરે 6000 યુગલોએ લગ્ન કર્યા તેમાંથી અમુકે ચહેરા પર માસ્ક પહેરીને લગ્ન કર્યા ચર્ચે 30,000 લોકોને માસ્ક આપ્યા પણ તેમાંથી અમુકે થોડીવાર જ પહેરી રાખ્યા હતા સિયોલથી આવેલ ચોઈ જી યંગે કહ્યું કે મને આનંદ છે કે હું આજે લગ્ન કરી રહી છું એ જુઠ્ઠું ગણાશે જો હું એમ કહું કે હું ચેપને લઈને ચિંતિત નથી પણ મને લાગે છે કે હું આજે આ શુભ ઘડીમાં વાઈરસથી સુરક્ષિત રહીશ આ મારા જીવનની યાદગાર ક્ષણ છે, હું આ ક્ષણને ભય હેઠળ જીવવા માગતી નથી
પાડોશી દેશ ચીનમાં મહામારી બની ચૂકેલા કોરોના વાઈરસના દકોરિયામાં 24 કેસ સામે આવ્યા હતા સિયોલે તાજેતરમાં હાલ વુહાનમાં રહેતા વિદેશીઓને દેશમાં પ્રવેશતા અટકાવ્યા હતા ઉત્સવ, દીક્ષાંત સમારોહ તથા કોરિયન-પોપ આયોજનને ચેપ ફેલાવાના જોખમ હેઠળ રદ કરી દેવાયા છે અને અધિકારીઓએ ધાર્મિક જૂથોને તેને ફેલાતા રોકવામાં સહયોગ કરવાની અપીલ કરી છે
Recommended