સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 16 દેશોના 90 પતંગબાજોએ ભાગ લીધો

  • 4 years ago
સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટની બાજુના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના 40 અને વિદેશના 50 પતંગબાજોએ ભાગ લીધો છે પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ ઉડાવી રહ્યા છે પતંગોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા, ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામા આવ્યું છે અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટમાં મેયર જગદીશ પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરાયો હતો

Recommended