રેલવેના ખાનગીકરણ સામે વડોદરા રેલવે યુનિયન દ્વારા વિરોધ
  • 4 years ago
વડોદરાઃ ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને આજે લીલી ઝંડી આપવામાં આવતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે રેલવેના ખાનગીકરણના વિરોધ કર્યો હતો અને રેલવે મંત્રાલય સામે સૂત્રોચ્ચારો કર્યાં હતા રેલવેના ખાનગીકરણનો વિરોધ પ્રદર્શન કરી રહેલા 15 જેટલા કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના અગ્રણી શરીફખાન પઠાણે જણાવ્યું હતું કે, 150 તેજસ એક્સપ્રેસ જે શરૂ કરવામાં આવનાર છે પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટર ટ્રેન ચલાવી શકે તે સંભવ નથી રેલવેમાં 534 કેટેગરી રેલવેમાં કર્મચારીઓ કામ કરે છે, તેમનાથી ટ્રેન ચાલે છે, પ્રાઇવેટને વેચવાનો એઇમ ન હોવો જોઇએ અને ખાનગીકરણ એ લોકો માટે નુકસાનકારક છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ
Recommended