વડોદરામાં તેજસ એક્સપ્રેસના ખાનગીકરણની સામે મજદૂર સંઘનું વિરોધ પ્રદર્શન
  • 5 years ago
વડોદરાઃતેજસ એક્સપ્રેસના એક્સપ્રેસના ખાનગી કરણથી ફફડી ગયેલા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંઘના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે, રેલવેના ખાનગી કરણની શરૂઆત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ, અમે થવા દઇશું નહિં રેલવે મંત્રાલય દ્વારા કોર્પોરેટ ખાનગી ટ્રેનનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે જેની સામે રોષે ભરાયેલ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વડોદરા રેલવે સ્ટેશને દેખાવો યોજવામાં આવ્યા હતા જોકે, આ ટ્રેન રેલવે મંત્રાલય સંલગ્ન આઇઆરસીટીસી દ્વારા કરવામાં આવશે આ ટ્રને લખનૌથી સવારે 6-30 કલાકે ઉપડશે અને 12-30 કલાકે દિલ્હી પહોંચશે બીજા તબક્કામાં મુંબઇ - અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી રહી છેરેલવેના ખાનગી કરણની શરૂઆત થઇ રહી હોવાની દહેશત સાથે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ હવે આંદોલનના માર્ગે વળ્યું છે મજદૂર સંઘના અગ્રણી શરીફખાને જણાવ્યું હતું કે, રેલવેના ખાનગી કરણથી રેલવેમાં નોકરી ઉપર કાપ મુકાશે તે સાથે કર્મચારીઓની પણ છટણી થશે તેવા સરકાર સામે આક્ષેપો કરાયા હતા અને રેલવેના ખાનગી કરણને અટકાવવા માટે માંગણી કરી હતી
Recommended