વડોદરામાં ઇદગાહ મેદાનમાં પોલીસ આવાસો બનાવવાની કામગીરીની હિલચાલથી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

  • 5 years ago
વડોદરા: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઇદગાહ(ઇન્દીરા) મેદાનમાં તંત્ર દ્વારા પોલીસ આવાસ બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે જેના વિરોધમાં ભાજપના જ કાઉન્સિલરની આગેવાનીમાં સ્થાનિક લોકો દ્વારા મેદાનમાં જઇ તંત્ર સામે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
મેદાન પર પોલીસ આવાસ માટેની કાર્યવાહી શરૂ કરાતા વિરોધ
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ઇન્દીરા મેદાન આવેલું છે આ મેદાનમાં આસપાસના વિસ્તારના યુવાનો ક્રિક્ટ સહિતની રમતો રમે છે આ ઉપરાંત આસપાસમાં આવેલી સ્કૂલો દ્વારા રમત-ગમતનું આયોજન કરવામાં આવે છે ગાજરાવાડી વિસ્તારમાં આ એક જ મેદાન છે જ્યાં યુવાનો રમવા માટે જાય છે ત્યારે આ મેદાન ઉપર પણ પોલીસ આવાસ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા વિરોધ વંટોળ શરૂ થયો છે
પોલીસ આવાસ યોજના અન્ય સ્થળે બનાવવા માંગ
ઇદગાહ મેદાન (ઇન્દીરા મેદાન) અનેક વખત વિવાદમાં આવેલું છે, ત્યારે આજે ભાજપના કાઉન્સિલર વિજય પવારે સ્થાનિક લોકોને સાથે રાખી મેદાનમાં બનનારા પોલીસ આવાસ સામે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરનાર લોકોએ જણાવ્યું હતું કે, ગાજરાવાડી વિસ્તારમાં યુવાનોને રમવા માટે એક માત્ર મેદાન છે આથી પોલીસ આવાસ યોજના અન્ય વિસ્તારમાં બનાવો આ મેદાન રમત-ગમત માટે ખુલ્લું રાખો

Recommended