ભરૂચમાં ટેન્કરની અડફેટે બે વિદ્યાર્થીઓના મોતના મામલે સ્થાનિક લોકોએ ચક્કાજામ
  • 4 years ago
ભરૂચઃ ભરૂચમાં શનિવારે સ્કૂલમાં પરીક્ષા આપીને સાઇકલ ઉપર ઘરે જવા નીકળેલા ધો-4ના બે વિદ્યાર્થીઓના મોત મામલે સ્થાનિક લોકોએ આજે રોડ પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો જેને પગલે રોડ પર ટ્રાફિકજામ થયો હતો જેથી ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો ભરૂચના લિંક રોડ પર શનિવારે નગરપાલિકાના ટેન્કર ચાલકે સાઇકલ પર જઇ રહેલા નારાયણ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી જેમાં જયરાજ ચૌહાણ નામના એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે જ્યારે જિયાન યાદવ નામના વિદ્યાર્થીનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું નગરપાલિકાનું આ ટેન્કર અનફિટ હોવાનું પણ બહાર આવ્યું હતું ત્યારબાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો આજે લિંક રોડ પર સ્થાનિક લોકો એકઠા થયા હતા અને અને નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ સામે સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો અને બમ્પ ન બનાવવાના લીધે બાળકોના મોત થયા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો અને વહેલીતકે બમ્પ બનાવવાની પણ માંગ કરી હતી એક તબક્કે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો જોકે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો
Recommended