ઓર્ગોનિક ખેતી અપનાવી કોડીનારના ખેડૂતે અઢી વીઘામાં કેળાની ખેતી કરી

  • 4 years ago
ગીરસોમનાથ: રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે તેઓએ પોતાની અઢી વીઘા જમીનમાં ગૌમુત્ર અને દેશી ખાતરના ઉપયોગથી કેળાની ખેતી રહ્યા છે તેમની ધારણા હતી કે કેળાના એક ઝાડ દીઠ 20 કિલો ઉત્પાદન આવશે પરંતુ 35થી 40 કિલોનું ઉત્પાદન થતા આવક બમણી થઇ ગઇ છે પહેલા વર્ષે જ તેઓએ 25 ટન કેળાનું ઉત્પાદન મેળવ્યું હતું આ ઝેરમુક્ત કેળાનો માર્કેટમાં ભાવ પણ સારો મળી રહ્યો છે

Recommended