નાગરિકતા કાયદાના વિરોધમાં જામા મસ્જિદની બહાર પ્રદર્શન શરૂ, ભીમ આર્મી પણ જોડાઈ
  • 4 years ago
સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદની બહાર હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઘટનાને પગલે અહીં પણ ભારે માત્રામાંસુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે સાથે જ આખી ઘટના પર નજર રાખવા માટે પોલીસ પણ ડ્રોનનો સહારો લઈ રહી છે જામા મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ નમાજીઓએ બહાર આવીને નાગરિકતા કાયદાની સામે તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ પ્રદર્શનકારીઓની સાથે ભીમ આર્મી પણ જોડાઈ હતી ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરરાવણ પણ તેમની સાથે જોડાયા હતા તેઓ ત્યાંથી રેલી નીકાળવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે જે માટે જો કે, પોલીસે પણ પરવાનગી આપી નથી તેમના આયોજન મુજબઆ રેલી ત્યાંથી જંતરમંતર સુધી જશે પોલીસે પણ વિરોધ પ્રદર્શનના કારણેચાવડી બજાર,જામા મસ્જિદ અને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દીધા છે
Recommended