કર્ણાટક-ગોવામાં રાજકીય સ્થિતિના મુદ્દે સોનિયા-રાહુલે સંસદ બહાર પ્રદર્શન કર્યું
  • 5 years ago
કર્ણાટક અને ગોવાની રાજકીય સ્થિતિને લઈને ગુરૂવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે રાજકીય અસ્થિરતાની અસર રાજ્યોમાં રોકાણ પર પડી શકે છે જેનાથી દેશની અર્થવ્યવસ્થાન નીચે જશે આવનારા દિવસોમાં લોકશાહી પર ખતરો વધી રહ્યો છે આ પહેલાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષે સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાની સામે પ્રદર્શન અને સૂત્રોચ્ચારો કર્યાં વિપક્ષી નેતાઓના હાથમાં લોકતંત્ર બચાવો બેનર હતા
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામાને કારણે કુમારસ્વામીની ગઠબંધન સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને નિર્દેશ આપ્યાં છે કે ગુરૂવારે સાંજે 6 વાગ્યે વિધાનસભા સ્પીકરને મળે અને આજે જ સ્પીકર રાજીનામા અંગે પોતાનો નિર્ણય કોર્ટને જણાવે બીજી બાજુ બુધવારે કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે
Recommended