મહિલા સુરક્ષા, જામિયા હિંસા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં
  • 4 years ago
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મહિલા સુરક્ષા અને જામિયામાં થયેલી હિંસાના મુદ્દે ઈન્ડિયા ગેટ પર ધરણા પર બેસી ગયા છેજામિયામાં પ્રદર્શન સમયે અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી વિદ્યાર્થીઓનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમના પર હુમલો કર્યો હતો, કેમ્પસમાં ટીયર ગેસ છોડ્યો હતો પ્રિયંકાની સાથે તેના સમર્થકો પણ ધરણા પર બેઠા છે કોંગ્રેસ મહાસચિવે કહ્યું છે કે દેશ ગુંડાઓની જાગીર નથી

બીજી બાજુ નાગરિકતા કાયદાના વિરોધમાં દિલ્હીની જામિયા, ઉત્તર પ્રદેશની અલીગઢ, બનારસ અને બંગાળની જાધવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે રવિવારે રાત્રે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બળ પ્રયોગ કર્યો હતો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક લોકોએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે પ્રિયંકાએ કહ્યું છે કે ડરપોક સરકાર વિદ્યાર્થીઓ અને પત્રકારો પર અત્યાચાર કરી પોતાની ઉપસ્થિતિ દર્શાવી રહી છે ત્યારે રાહુલે કહ્યું છે કે હિંસક વિરોધને બદલે અહિંસક સત્યાગ્રહ કરવો જોઈએ
Recommended