પીપાવાવ પોર્ટ મુખ્ય ગેટ નજીકના માર્ગ પર સિંહણ 2 સિંહબાળ સાથે આવી ચડી
  • 5 years ago
અમરેલી:ગીરનું ઘરેણુ ગણાતા સાવજો પીપાવાવ પોર્ટ નજીક પણ વસવા લાગ્યા છે આજે એક સિંહણ તેના બે સિંહબાળ સાથે જાણે પીપાવાવ પોર્ટની મુલાકાતે આવી હોય તેમ પોર્ટના મુખ્ય ગેઇટ સામે જ 24 કલાક ધમધમતા માર્ગ પર લટાર મારી હતી 24 કલાક મસમોટા કન્ટેનરો, ટ્રેલરો અને ટ્રક જેવા વાહનો દોડા દોડી કરે છે તે માર્ગ પર માસૂમ સિંહબાળ દોડાદોડી કરતા જોવા મળ્યા હતા અગાઉ ઘણી વખત પોર્ટના માર્ગો પર અનેક સિંહો અજાણીયા વાહનની હડફેટે મોત ને ભેટી ચુક્યા છે હાલ તો 2 સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે
Recommended