ગૃહમંત્રી અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર,રાજકારણ રમો પણ દેશના ટૂકડા ન કરો
  • 4 years ago
સાંજે સાંસદોના સવાલોના અંતે ગૃહમંત્રી અમિત શાહે બિલ અંગે જવાબ આપ્યો હતો તેમના કહેવા પ્રમાણે તેમણે ક્યારેય ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશી લોકોને નાગરિકતા આપી ત્યારે શંકા નથી કરી યુગાન્ડાથી આવેલા લોકોને નાગરિકતા મળી ત્યારે પણ અમે સવાલ ન કર્યો તેથી આ રીતે અમારા બિલ પર શંકા ન કરવી જોઇએ કે શા માટે માત્ર ત્રણ દેશના નાગરિકોને નાગરિકતા આપવામા આવી રહી છે જો વિભાજન ન થયું હોત તો બિલ લાવવું પડ્યું ન હોત જો કોઇ ખાસ કારણના લીધે મુસ્લિમને નાગરિકતા જોઇએ તો તેની પણ જોગવાઇ છે અમારી સરકારે 566 મુસ્લિમોને પણ નાગરિકતા આપી છે

શાહે કહ્યું કે અમે 1950થી કહ્યું છે કે 370 ન હોવી જોઇએ આ બિલ માટે પણ હંમેશા કહ્યું છે અમે કન્ફ્યુઝનમાં નથી હોતા જ્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજીએ પત્ર લખ્યો હતો પત્રમાં લખ્યું કે મોટાભાગના પાકિસ્તાની શરણાર્થી, હિન્દુ અને શીખ સમાજના લોકો જે બોર્ડર પર આવ્યા છે તેમને છૂટ આપવા કહ્યું હતું આ બે ધર્મના જ 13 હજાર લોકો નાગરિક બન્યા અમે તો છ ધર્મ લાવ્યા છીએ પણ આ નહીં દેખાય કારણ કે કોંગ્રેસ જે કરે તે સેક્યુલરીઝમ છે ક્યાં સુધી લઘુમતિઓને મૂર્ખ બનાવશો ? પાકિસ્તાનથી આવનારા શરણાર્થીઓને અમે સન્માન આપીએ છીએ તો ભારતના મુસલમાનોને શું તકલીફ થવાની ? તમે(વિપક્ષ) શા માટે આ પ્રકારના ભેદ ઉભા કરો છો ?

ગાંધીજીએ કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને શીખ ત્યાં ન રહેવા માગતા હોય તો ભારત સરકારે તેમને અહીં રહેવા દેવા જોઇએ મનમોહનસિંહે પણ આ રીતે નાગરિકતા આપવાની વાત કરી હતી જે તેઓ કહી રહ્યા છે તેઓ અમે કરી રહ્યા છીએ મમતા બેનર્જીએ 2005માં કહ્યું હતું કે બંગાળમાં ઘુસણખોરી એક સમસ્યા બની ગઇ છે
Recommended