અમિત શાહે શનિવારે ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો
  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના નવા મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરી દીધી મોદીના વિશ્વસનીય અમિત શાહને નવા ગૃહમંત્રી બનાવાયા છે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાહ તેમની સાથે ગૃહમંત્રી હતા સોહરાબુદ્દીન કેસના પગલે 2010માં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું નવ વર્ષ પછી શાહ ફરી એક વખત મોદી સાથે ગૃહમંત્રીની ભૂમિકામાં આવી ગયા છે અગાઉની સરકારમાં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ આ વખતે સંરક્ષણ મંત્રી હશે બીજી બાજુ સંરક્ષણ મંત્રી રહેલા નિર્મલા સીતારમનને અરુણ જેટલીની જગ્યાએ નાણાં મંત્રાલય સોંપાયું છે

ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને સુષમા સ્વરાજની જગ્યાએ વિદેશમંત્રી બનાવાયા છે સૌથી શક્તિશાળી સલામતી બાબતો સાથે સંકળાયેલી કેબિનેટ સમિતિ (સીસીએસ)માં અમિત શાહ અને એસ જયશંકરના રૂપમાં બે નવા ચહેરા હશે આ સાથે જ ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને બંદર અને રસાયણનો સ્વતંત્ર હવાલો તથા પુરુષોત્તમ રૂપાલાને કૃષિ રાજ્યમંત્રી બનાવાયા છે
Recommended