રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો
  • 4 years ago
ગાંધીનગર: પીપીપી ધોરણે ડેવલપ થઈ રહેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર પણ અમદાવાદ સહિતના સ્ટેશનોની જેમ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારે આ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 100 ફૂટની ઊંચાઈ પર 30 ફૂટ X 20 ફૂટનો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો આજથી આ રાષ્ટ્રધ્વજ કાયમ માટે ફરકતો રહેશે આ ઉપરાંત અમિત શાહ જીટીયુના પદવીદાન સમારંભમાં પણ હાજરી આપશે

અમિત શાહ આ ઉપરાંત અન્ય રેલવે સ્ટેશનો પર પેસેન્જર સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું અન્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું જેમાં સાણંદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3નો વિસ્તાર કરવાની સાથે પેસેન્જરો સરળતાથી ટ્રેનમાં ચઢી શકે તે માટે તેને હાઈલેવલનું બનાવવામાં આવ્યું છે છારોડી રેલવે સ્ટેશનો પ્લેટફોર્મ નંબર-1 લોકોની સુવિધા માટે હાઈલેવલનો તૈયાર કરાયો છે
Recommended