10 મહિનાની દીકરીને સ્ટ્રોલરમાં લઈને જુલિયાએ હાફ મેરેથોન દોડ પૂરી કરીને ગોલ્ડ જીત્યો
  • 4 years ago
હાફ મેરેથોન દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર જૂલિયા વેબ ચર્ચાનો વિષય બની છે ઓકલાહોમા યોજાયેલી હાફ મેરેથોન (210975 કિલોમીટર) સ્પર્ધામાં જુલિયાએ 10 મહિનાની બાળકીને સ્ટ્રોલર સાથે લઈને દોડ પૂરી કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે 3 બાળકીઓની માતા જુલિયાએ રુટ 66 હાફ મેરેથોનને 1 કલાક અને 23 સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે

જુલિયાએ સ્ટ્રોલરને ધક્કો મારીને સૌથી ઝડપી હાફ મેરેથોન પૂરી કરવાની કેટેગરીમાં વર્લ્ડ રેકોડ માટે દાવો રજૂ કર્યો છે દોડમાં બીજો ક્રમાંક હાંસલ કરનારે જુલિયા કરતાં વધારે 2 મિનિટનો સમય લીધો હતો સમગ્ર દોડ દરમિયાન જુલિયાના પતિએ તેના ફોટો અને વીડિયો લીધા હતા
Recommended