બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલો: પોલીસ આવી વ્હારે; આંદોલનકારીએ કહ્યું, ચોવીસ કલાકે જમવા મળ્યું
  • 4 years ago
ગાંધીનગર:ગુજરાત ગૌણ સેવા પરિષદ લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી જેને લઈ પરીક્ષા રદ કરવા માટેગાંધીનગરમાં આંદોલન ચાલે છે સવારે અજાણ્યા લોકોએ ફૂડ પેકેટ આપ્યા હતા જ્યારે બપોરે ગુજરાત પોલીસ આંદોલનકારીઓની વ્હારે આવી હતી અને તેમને જમવાનું પીરસ્યું હતું તેમને આ મામલે છેલ્લા બે દિવસથી ગુજરાતભરના પરીક્ષાર્થી ગાંધીનગરમાં આંદોલન કરી રહી રહ્યા છે અને પરીક્ષા રદ્દ કરવા માંગ કરી રહ્યા છે ત્યારે પ્રદર્શન કરતાં પરીક્ષાર્થીઓને બે દિવસથી ખાવાના ઠેકાણાં નથી ત્યારે પોલીસે જે માનવતા દાખવી છે તેને ચારેબાજુ વાહવાહી થઈ રહી છે જમતી વખતે પ્રદર્શનકારી યુવાઓમાં ઉત્સાહ હતો ભારત માતા કી જયની બોલાતી હતી જ્યારે પરીક્ષા રદ કરવા માટે નારા લાગતા હતા સાથે જ આવાજ દો હમ એક હૈ, ઈન્કલાબ જિંદાબાદના નારાના લાગ્યા હતા
Recommended