કેશોદ,મેંદરડા, માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, 4-5 ડિસે. પણ વરસાદની આગાહી

  • 4 years ago
રાજકોટઃ ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ થયો છે જેમાં અજાબ અને કેવદ્રામાં વરસાદ પડ્યો છે આ કમોસમી વરસાદને પગલે ચોમાસુ પાક ગુમાવી ચૂકેલા ખેડૂતોમાં શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિને ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ કમોસમી વરસાદને કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે

Recommended