Speed News: રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી
  • 5 years ago
ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક થઈ ગયું છેવડોદરા શહેર સહિત જિલ્લામાં પણ સાર્વત્રિક એકથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે જેમાં વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં ઝાડની નીચે ઊભેલા એક જ પરિવારના 6 સભ્યો પર વીજળી પડી હતી જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હતુંબીજી બાજુ તાપીને બાદ કરતાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરતમાં બે-અઢી ઈંચ વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને મુશ્કેલી પડી હતીસૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે લાઠીના આંબરડીમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં બપોર પછી 1થી 3 ઈંચ વરસાદ પડ્યો છે આ તરફ ઉના, ગીરગઢડા પંથકમાં પણ એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે જો કે રાજકોટના લોકો હજુ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે
Recommended