પોતાની કોઠાસુઝથી ખેડૂતે બનાવ્યું મગફળી ઉપાડવાનું મશીન, જુઓ VIDEO
  • 4 years ago
ખેડૂત મિત્રો કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. બસ આવુ જ બન્યુ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના બોરિયા ગામનાં યુવાન ખેડૂત સાથે. મગફળી ઉપાડવા માણસ ન મળતા થયુ મોટુ નુકસાન ત્યારે જ આ ધરતીપુત્રએ નક્કિ કરી લીધુ કે હવે શોધવુ પડશે આ સમસ્યાનું સમાધાન. નવ ચોપડી ભણેલા ધરતીપુત્રએ 2016ના વર્ષમાં 5 મહિનાની મહેનત અને પોતાની કોઠાસુઝથી 9 લાખ રૂપિયાના ખર્ચે મગફળી ઉપાડવાનું મશીન બનાવ્યું. ત્યારબાદ આ મશીનમાં થોડો સુધારો કરીને 2019નાં વર્ષમાં તેનુ અપડેટેડ મોડલ બનાવ્યું.
Recommended