ઈડરથી ખેડબ્રહ્મા વચ્ચે 3 વર્ષથી ગેજ પરિવર્તનના નામે રેલવે વ્યવહાર બંધ
  • 4 years ago
ઇડર:સાબરકાંઠાના ઇડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેજ પરિવર્તનના નામે રેલવે વ્યવહાર ખોરવાયા પછી સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે હજુ સુધી ગેજ પરિવર્તનની કામગીરી પણ શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ છેઈડરથી ખેડબ્રહ્મા સુધી છેલ્લા ત્રણ વર્ષથી રેલ વ્યવહાર બંધ છે તેમજ ભારતીય રેલવે દ્વારા ગેજ પરિવર્તનની કાર્યવાહીના ભાગરૂપે હાલમાં મીટરગેજ લાઈનના પાટા ખોલી નાખવામાં આવ્યા છે જેના પગલે હાલમાં ઇડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઈન પર આવેલા રેલવે સ્ટેશનની હાલત કફોડી થવા પામી છે આ રેલવે સ્ટેશન તેમજ પ્લેટફોર્મની હાલત બિસ્માર થઈ ચૂકી છે આ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલ બાદ ઝાડી-ઝાંખરા ઊગી ચૂક્યા છે
Recommended