સાયણ ગામ બેટમાં ફેરવાયું, સાયણ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક નીચેથી માટી ખસી જતા તંત્ર દોડતું
  • 5 years ago
સુરતઃ સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓલપાડનું સાયણ ગામ આજે ત્રીજા દિવસે પણ બેટમાં ફેરવાયેલું છે સાયણ ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા અને ટ્રેક નીચેની માટી ખસી ગઈ હતી જેને લીધે અપલાઈન અને ડાઉનલાઈનની ટ્રેનો પ્રભાવિત થઇ હતીમુંબઈથી આવતી ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા સુરત રેલવે સ્ટેશને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતામુંબઈ-દિલ્હી મેનલાઇન પર પાણી ભરાતા રાજધાની સહિતની 7 ટ્રેનોને સુરતથી આગળ જવા દેવાઇ ન હતી અને ભેસ્તાનથી નંદુરબાર -જલગાંવ -ભુસાવળ રૂટ પર ડાઇવર્ટ કરાઇ હતી સુરતથી આગળ વડોદરા ,અમદાવાદ અને રતલામ સુધી સફર કરનારા યાત્રીઓને રીફન્ડ આપવામાં આવ્યું હતું આજે સવારથી રેલવે તંત્ર દ્વારા રેલવે ટ્રેક નીચેથી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે
Recommended