કેલિફોર્નિયામાં નવા વિસ્તારમાં ભડકેલી આગ 9 હજાર એકરમાં ફેલાઇ

  • 5 years ago
કેલિફોર્નિયાના જંગલોમાં લગભગ એક મહિના પહેલા લાગેલી આગ ફેલાઇ રહી છે લોસ એન્જેલસથી લગભગ 105 કિલોમીટર દૂર વેંચુરા કાઉન્ટીમાં શુક્રવારે સાંજે આગ ભડકી ઉઠી તેને ‘મારિયા ફાયર’ નામ આપવામાં આવ્યું છે અત્યાર સુધી તે આગ 9 હજાર એકરમાં ફેલાઇ ચૂકી છે મારિયા ફાયરની ચપેટમાં આવવાથી અત્યાર સુધી 2300 ઘર બળીને ખાક થઇ ગયા છે અધિકારીઓ પ્રમાણે અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે 6 ઓક્ટોબરથી અત્યાર સુધી કેલિફોર્નિયાના 10થી વધુ અલગ અલગ વિસ્તારમાં આગ લાગી ચૂકી છે

કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યૂસમે ગત સપ્તાહે આગના પ્રભાવ અને ખતરાને જોતા રાજ્યમાં ઇમરજન્સી જાહેર કરી હતી આ પ્રાંતના અલગ અલગ વિસ્તારમાં લાગેલી આગ અત્યાર સુધી 1 લાખ એકરથી વધારે વિસ્તારને પ્રભાવિત કરી ચૂકી છે આગ પર કાબૂ મેળવવવા માટે ફાયરટ્રક, એર ટેન્કર અને હેલિકોપ્ટર્સની મદદ લેવાઇ રહી છે

Recommended