અયોધ્યામાં 7 દેશોના 1000 કલાકાર રામલીલા ભજવશે
  • 4 years ago
યુપીના અયોધ્યામાં ત્રણ દિવસના દિવ્ય દીપોત્સવની આસ્થા દોડ સાથે ગુરુવારે શરૂઆત થઈ ગઈ ઉત્સવમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મોરેશિયસ અને ઈન્ડોનેશિયાના લગભગ 1000 કલાકાર અલગ અલગ દિવસે રામલીલાનું મંચન કરશે દરેક દેશના કલાકારોની રામલીલા પોતાની સંસ્કૃતિને રજૂ કરશે અયોધ્યા શોધ સંસ્થાનના નિર્દેશક વાયપીસિંહ અનુસાર નેપાળ, શ્રીલંકા અને ફિલિપાઇન્સની રામલીલા મંડળીઓ અયોધ્યા પહોંચી ગઈ છે અન્ય મંડળીઓ પણ જલદી જ પહોંચશે સૂચના વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર મુરલીધર સિંહે જણાવ્યું કે કલકારોને સરયૂ કિનારે સુધી લઈ જવા માટે 11 રથ બનાવ્યાં છે અગાઉ બુધવારે પૈડીમાં ભગવાન રામની 15 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ ચાલુ વર્ષે 26 ઓક્ટોબરે ઉત્સવમાં 55 લાખ દીપ પ્રગટાવાશે તેની પાછળ 35 લાખ રૂપિયા ખર્ચાશે ચાર લાખ દીપ રામના પૈડી સ્થળે પ્રગટાવાશે દીપને પ્રગટાવવા 6600 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને બોલાવાયા છે એક લાખ દીપ અયોધ્યાના અન્ય 19 સ્થળોએ પ્રગટાવાશે 26 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભજન સંધ્યાનું લોકાર્પણ પણ કરશે આ લગભગ 19 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે
Recommended