પેટ્રોલ-ડીઝલના ભાવ 120 ટકા વધ્યા, લોકોનો આક્રોશ ભભૂક્યો, માર્ગો પર હિંસક દેખાવો
  • 5 years ago
ઇક્વાડોરમાં ઇંધણના ભાવમાં 120% વધારાના વિરોધમાં હિંસક દેખાવો થયા રાજધાની ક્વીટોમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા તેમાં અંદાજે 25 પોલીસકર્મી ઘાયલ થયા ઘણા પ્રદર્શનકારીઓએ રસ્તા પર ટાયર સળગાવ્યાં અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું પોલીસે પણ દેખાવકારો પર ટિયર ગેસનાં શેલ છોડ્યા, હવામાં ફાયરિંગ કર્યું 230થી વધુ લોકોની ધરપકડ કરી, જેમાંથી 100થી વધુ વિદ્યાર્થીઓ છે ત્યાર બાદ રાષ્ટ્રપતિ લેનિન મોરેનોએ 60 દિવસ માટે દેશમાં કટોકટી જાહેર કરી દીધી તેમણે કહ્યું કે સ્થિતિ નહીં સુધરે તો કટોકટી વધુ 30 દિવસ માટે લંબાઇ શકે છે નાગરિકોની સુરક્ષા માટે આ જરૂરી પગલું છે સરકાર દેશમાં અવ્યવસ્થા ફેલાતી રોકવા માગે છે
Recommended