અમદાવાદમાં શાહઆલમમાં હિંસક ટોળાનો પોલીસ પર પથ્થરમારો, 7 યુવકોએ પોલીસ કર્મીઓને બચાવ્યા
  • 4 years ago
અમદાવાદઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન અમદાવાદના શાહઆલમમાં હિંસક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારામાં ડીસીપી-એસીપી સહિત 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા જેમાં એક પોલીસકર્મીને તો ટોળાએ ઢોર મારમારી લોહીલુહાણ કર્યો હતો જોકે આ હિંસક ટોળા દ્વારા થઈ રહેલા બેફામ પથ્થરમારા દરમિયાન કેટલાક યુવાનોએ પોલીસ કર્મીઓના જીવ બચાવ્યા હતા ઈંટ-પથ્થરના વરસાદ વચ્ચે આ યુવાઓએ ત્રિરંગા, બાંકડો અને દૂધના કેરેટને ઢાલ બનાવીને પોલીસકર્મીઓને બચાવ્યા હતા જો કે પોલીસ કર્મીઓને બચાવનારા આ યુવાનો પણ CAA બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે, આ જે શાહ આલમ પથ્થરમારા કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે
Recommended