PM મોદીએ મોતિહારી-અમલેખગંજ પેટ્રોલિયમ ઉત્પાદક પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું
  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદક પાઈપલાઈ મોતિહારી-અમલેખગંજ(નેપાળ) ઉદ્ધાટન કર્યું છે પીએમ મોદીએ નેપાળના કેપી શર્મા ઓલી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યુ છે

ઉદ્ધાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, 2015ના વિનાશકારી ભૂકંપ બાદ જ્યારે નેપાળે પુનનિર્માણનું બીડું ઉપાડ્યું તો ભારતે મદદ માટે પહેલ કરી હતી મને એ વાતનો આનંદ થઈ રહ્યો છે કે નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લાઓમાં આપણા સહયોગથી ફરી ઘર વસી રહ્યાં છે લોકોના માથે હવે છત છે

દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પાઈપલાઈન રેકોર્ડ સમયમાં પુરી થઈ છે તે વાતનો સંતોષ થઈ રહ્યો છે જેની અપેક્ષા હતી તેના કરતા અડધા સમયમાં જ તે બનીને તૈયાર થઈ ગઈ છે જેનો શ્રેય તમારા નેતૃત્વને, નેપાળ સરકારના સહયોગને અને આપણા સંયુક્ત પ્રયાસોને જાય છે
Recommended