ભારત અને રશિયાએ ​​​​​​કુલ 15 કરાર પર હસ્તાક્ષર કર્યા, મોદીએ બંને દેશોના સંબંધોને ખાસ ગણાવ્યાં
  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં કુલ 15 કરાર થયા છે તેમાં જમીન, સ્પેસ, એનર્જી, ડિફેન્સ સહિત ઘણા ક્ષેત્રો સામેલ છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે બંને દેશોની વચ્ચે કુલ 15 MOU(મેમોરેન્ડીયમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર સહી કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી વર્ષે ફરી મેમાં રશિયાના પ્રવાસે જશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને વર્લ્ડ વોર-2માં રશિયાની જીતને 75 વર્ષ પુર થયા તેની ઉજવણીનું આમંત્રણ આપ્યું છે
Recommended