સંસદમાં ચપ્પુ લઈને ઘૂસવાનો પ્રયત્ન કરતાં શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

  • 5 years ago
સંસદ ભવન પરિસરમાં સોમવારે એક શંકાસ્પદ વ્યક્તિએ ચપ્પુ લઈને ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપી બાઈક લઈને સંસદ પરિસરમાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે વ્યક્તિનું નામ સાગર ઈંસા હતું અને તેણે રામ રહીમના નારા પણ લગાવ્યા હતા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે

સાગર દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં રહેતો હતો અને દુષ્કર્મના દોષિત રામ રહીમનો અનુયાયી હતો નોંધનીય છે કે, રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે કોર્ટે તેને 2 કેસમાં 20-20 વર્ષની સજા આપી છે

Recommended