ગેમને કવર કરતાં કરતાં એથલેટ કરતાં પણ ફાસ્ટ દોડ્યો કેમેરામેન!

  • 5 years ago
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને ભલભલા થાપ ખાઈ જાય છે ટ્વિટર પર શેર કરાયેલા રનિંગ રેસના આ વીડિયોને જોઈને અમિતાભ બચ્ચને પણ રિટ્વીટ કરીને રિપ્લાય કર્યો હતો કે ‘કેમેરામેન વિનર’ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક રનર્સ આ રેસ જીતવા તેમની પૂરી તાકાત લગાવીને દોડી રહ્યા છે આ બધામાં સૌથી વધુ આશ્ચર્યકારક ઘટના એ હતી કે આ સ્પર્ધાનું કવરેજ કરતો કેમેરામેન પણ તેમની લગોલગ જ એટલી જ સ્ફૂર્તિથી દોડતાં દોડતાં જ તેમનું કવરેજ કરી રહ્યો છે એક મોમેન્ટ એવી પણ આવી જ ગઈ કે આ કેમેરામેને રેસના વિનર કરતાં પણ ઝડપથી દોડીને રેસની લાઈન પાર કરી લીધી હતી આ જોઈને લોકોએ પણ એક જ સવાલ કર્યો હતો કે ખરેખર તો આ સ્પર્ધાનો વિજેતા આ કેમેરામેન જ છે પહેલીનજરે સાવ સત્ય લાગતો આ વીડિયો એ ખરેખર તો કોઈ રિઅલ સ્પર્ધાનો નહીં પણ એક એનર્જી ડ્રિન્કની જાહેરાતનો છે આ કમર્શિયલ 2007માં જેક એન વિને ડિરેક્ટ કરી હતી આ માટે તેમણે ઓલંમ્પિક જેવો જ આખો સેટ તૈયાર કરીને શૂટ કર્યું હતું જોવામાં ભલે અસલી લાગે પણ તેની પાછળની આખી કહાની અમે કહી તે છે

Recommended