ફી તરીકે રૂપિયા નહીં પણ પ્લાસ્ટિકનો કચરો લેવાય, મજૂરી કરતાં બાળકો ભણવા લાગ્યાં
  • 5 years ago
આસામના ગુવાહાટીમાં એક એવી સ્કૂલ છે, જ્યાં ફી તરીકે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છેવર્ષ 2016માં પારમિતા શર્મા અને મઝિન મુખ્તરે શરુ કરેલી સ્કૂલનું નામ 'અક્ષર' છે આ સ્કૂલમાં આર્થિક રીતે નબળા એવા 100થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે સ્કૂલ ત્યાંના બાળકો અને લોકોને પ્લાસ્ટિકથી થનારા નુકસાન સામે જાગૃત કરે છે દર અઠવાડિયે બાળકો ફી તરીકે જૂનું અને ખરાબ થઇ ગયેલું પ્લાસ્ટિક લાવે છે આ ઉપરાંત તે લોકોને પ્લાસ્ટિક ન સળગાવવાની પણ સલાહ આપવામાં આવે છે અક્ષર સ્કૂલની રસપ્રદ વાત તો એ છે કે, અહીં એડમિશન લેવા માટે કોઈ ઉંમર નક્કી નથી એડમિશન આપતી વખતે એક ટેસ્ટ લેવામાં આવે છે, જેના આધાર પર બાળકોને એડમિશન અપાય છે દર શુક્રવારે પરીક્ષા હોય છે સ્કૂલમાં સિંગિંગ, ડાન્સિંગ, સોલર પેનલિંગ, ગાર્ડનિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને રિસાઇકલિંગ જેવા કોર્સ છે દુનિયાભરમાં આજે પ્લાસ્ટિકની સમસ્યાના ઉકેલ માટે અવનવા પ્રયોગો થઈ રહ્યા છે તેવામાં અક્ષર સ્કૂલનો શિક્ષણક્ષેત્રે હાથ ધરાયેલો આ પ્રયોગ લોકોએ પણ વખાણ્યો છે જો કે આ સફર પણ એટલી આસાન તો નહોતી જ, પરમિતાએ વાત કરતાં જણાવ્યું હતું કે,તેની સ્કૂલમાં આવતાં બાળકો પહેલાં પથ્થર ખોદાણકામમાં તેમના માતા-પિતા સાથે મજૂરી કરવા માટે જતા હતા ઘણા પ્રયાસને અંતે આજે આ બાળકો મજૂરી નહીં, પરંતુ અભ્યાસ કરે છે
Recommended