મુંબઈના વિશાલે બાળ ગણેશની થીમ પર 350 મૂર્તિઓ બનાવી, મહિનાઓ પહેલા બુકિંગ
  • 5 years ago
આમ તો મુંબઈમાં હજારો મૂર્તિ કલાકારો છે, જે ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે છે પરંતુ આ બધામાં એક કલાકાર એવો છે જે બધામાં પોતાની એક અલગ છાપ સાથે તરી આવે છે આ કલાકારનું નામ વિશાલ શિંદે છે જે બાપ્પાની મૂર્તિને અલગ અલગ રૂપ આપે છે વિધ્નહર્તાના બાળ સ્વરૂપની જે તસવીરો વાઈરલ થાય છે તેમાંથી મોટાભાગની વિશાલે જ બનાવેલી હોય છે પિતાના વારસામાં મળેલી આ મૂર્તિકલાને વિશાલે એવો રંગ આપ્યો છે કે તેને ફક્ત ભારતમાંથી જ નહીં પણ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ,કેનાડાથી મૂર્તિઓના ઓર્ડર આવે છે વિશાલના બનાવેલા ગણેશની દુનિયામાં કેટલી માગ છે, તેનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે અંદાજે 6 મહિના પહેલાથી જ લોકો મૂર્તિનું બુકિંગ કરવાનું શરૂ કરી દે છે
Recommended