ગામઠી થીમ પર મોરારીબાપુનો ઉતારો તૈયાર, માટીથી લીપેલાં રૂમ, પિત્તળના વાસણો અને ગાડું તૈયાર
  • 4 years ago
રાજુલાઃ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, રામપરા અને વૃંદાવનબાગના સેવાર્થે 14 માર્ચના રોજ રાજુલામાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે હાલ આ કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજે હાલ વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસને લઈ કથાના આયોજકોએ તૈયારી કરી છે આ અંગે મોરારી બાપુએ કહ્યું કે જો પ્રશાસન એવો આદેશ આપે, કે કથાનું આયોજન બંધ રાખવું, તો તેના માટે પણ પોતે તૈયાર છે પરંતુ કથાના આયોજન માટે સરકારે મંજૂરી આપી છે જેથી કોઈપણ પ્રકારનો વાઈરસ ન પ્રસરે તે માટે- વ્યવસ્થા ગોઠવવાની આપણી જવાબદારી છે આ ઉપરાંત રાજુલામાં ગામઠી થીમ પર મોરારીબાપુનો ઉતારો પણ તૈયાર થઈ ચૂક્યો છે જેમાં કળાત્મક ગાડું, ઘોડાગાડી, માટીથી લીપેલાં રૂમ, તાંબા-પિત્તળના વાસણો, મોતીના તોરણો, અનાજ દળવાનો ઘંટલો, છાશ બનાવવાનું વલોણું, ફાનસ, પિત્તળનો હિંડોળો, ગોરી, હાંડો અને ગાગર રાખવામાં આવ્યા છે
Recommended