કાશ્મીર પર પાકિસ્તાને કબૂલ કરી હાર, કહ્યું ‘દુનિયાના કોઈપણ દેશે ન આપ્યો સાથ’
  • 5 years ago
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં પરિવર્તન કરવાની અને રાજ્યની પુન:રચનાને લઈને પાકિસ્તાને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને વિશ્વમાંથી સહયોગ મળી રહ્યો નથી પાકિસ્તાનનો પ્રોપેગંડા નિષ્ફળ ગયો તેવું ખુદ ત્યાંના વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશી જણાવી રહ્યા છે પાક અધિકૃત જમ્મુ-કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં મીડિયા સાથે વાતચીતમાં કુરેશીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પણ તેમને સમર્થન મળવું મુશ્કેલ છે કુરેશીએ કહ્યું કે આપણે મૂર્ખાના સ્વર્ગમાં રહેવું જોઈએ નહીં પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓએ જાણી લેવું જોઈએ કે કોઈ તેમની સાથે ઊભું નથી ભારતના એક અબજના માર્કેટ સાથે દુનિયાના દેશોનું હિત જોડાયેલું છે મુસ્લિમ દેશો પણ ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહ્યાં છે પણ પાકિસ્તાનને સહયોગ કરતા નથી યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં પાંચ સ્થાઈ સભ્ય છે
Recommended